રિપોર્ટ@દેશ: એશિયામાં પહેલીવાર ભારતમા દોડશે વોટર મેટ્રો, PM મોદી કરશે ઉદ્ઘાટન, જુઓ તસવીરો

અટલ સમાચાર, ડેસ્ક
સમગ્ર એશિયામાં પહેલીવાર માત્ર ભારતમાં હવે વોટર મેટ્રો ચલાવવામાં આવશે. વિગતો મુજબ PM મોદી 25 એપ્રિલે કેરળને વોટર મેટ્રો ભેટ આપશે. લાંબા સમય બાદ આ મેટ્રોને લીલી ઝંડી મળી છે. વોટર મેટ્રો પાટા પર નહીં પરંતુ પાણી પર દોડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રોજેક્ટ માટે 23 વોટર બોટ અને 14 ટર્મિનલ હશે, જેમાંથી ચાર ટર્મિનલ સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયા છે. મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે અહીં એક કાર્યક્રમમાં કોચી વોટર મેટ્રો (KWM) સેવા શરૂ કરશે.
કેરલમાં આ સેવા શરૂ થવાથી શહેરના લોકોની અવરજવરમાં સરળતા રહેશે. કોચી જેવા શહેરમાં વોટર મેટ્રો ખૂબ જ ઉપયોગી છે. તે મુસાફરીની સરળતા સાથે ઓછી કિંમતની માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સાબિત થવા જઈ રહી છે. તે કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડતો કેરળનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.
વોટર મેટ્રો પ્રોજેક્ટ 78 કિલોમીટરમાં ફેલાયેલો છે અને તે 15 રૂટમાંથી પસાર થશે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને 'કોચી વોટર મેટ્રો'ને રાજ્યનો 'મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ' ગણાવ્યો, જે બંદર શહેર કોચીના વિકાસ અને વિકાસને વેગ આપશે.