હવામાન@દેશ: આબુમાં 30 ઈંચ વરસાદ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પુર આવે તેવા સંકટની નોબત

 અંબાજીથી આબુરોડ માર્ગે ભેખડો ઘસી પડી,અનેક રસ્તા બંધ
 
Weather 30 inches of rain in Deshabu threatens to flood many areas of Rajasthan

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તળાવની સપાટી સર્વાધિક સ્તરે બાડમેર-જાલૌર જેવા જીલ્લાઓમાં 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો વરસાદ: શહેરોમાં પુરના પાણી ઘૂસ્યા
જયપુર આજે બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ ખાબકેલા વરસાદે કચ્છ, ગુજરાત, પછી હવે રાજસ્થાનનો વારો નીકળ્યો હોય તેમ ગુજરાતીઓના ફેવરીટ પર્યટન સ્થળ એવા આબુમાં 30 ઈંચ વરસાદ ખાબકયો હતો જેને પગલે નદી તળાવની સપાટી અત્યાર સુધીમાં સૌથી ઉંચાઈએ છે. અનેક માર્ગો બંધ કરી દેવાયા હતા. રાજસ્થાનનાં અન્ય અનેક ભાગોમાં પણ 25 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે અને જળબંબાકારની હાલત છે.
ગુજરાત બોર્ડરની તદન નજીક અને ગુજરાતીઓનાં ફેવરીટ પ્રવાસન સ્થળ આબુમાં બે દિવસ દરમ્યાન 30 ઈંચ વરસાદ ખાબકયો છે. અનેક માર્ગો બંધ કરાયા છે. વધુ વરસાદની આગાહીને પગલે આવતા દિવસોમાં હાલત વણસી શકે તેમ હોવાની ભીતી છે. અંબાજીથી આબુ રોડના માર્ગે ભેખડો પણ ઘસી પડી હતી. ડુંગરો કાચા પડયા હતા. જોકે કોઈ દુર્ઘટના થઈ નથી. પરંતુ માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી. રાજસ્થાનનાં બાડમેર, સિહોરી, જાલોર, પાલી, જોધપુર, અજમેર, બીકાનેર, સહીત ડઝનથી વધુ જીલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
500 થી વધુ ગામોમાં બ્લેક આઉટની સ્થિતિ વચ્ચે એનડીઆરએફ તથા એસડીઆરએફને રાહત બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. બાડમેરમાં હાલત વધુ ખરાબ છે. જયાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદ અટકવાનું નામ નથી લેતો. પુર જેવી પરિસ્થિતિમાં પશ સંકટ સર્જાયુ છે. સાંચોરમાં પુરના પાણી ઘૂસી ગયા છે અને અનેક ગામો તળાવ બની ગયા છે. સિહોરીમાં 18 ઈંચ વરસાદ ખાબકયો હતો.સમગ્ર રાજયમાં ઠેકઠેકાણે જળ બંબાકારની સ્થિતિ છે. અજમેરમાં પુરના પાણી ઘૂસતાં હોસ્પીટલ તળાવ બની ગઈ હતી.