વાતાવરણ@દેશ: ગુલમર્ગમાં હિમપ્રપાત થયું, 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, ફ્લાઈટ્સ-ટ્રેનો મોડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. કેટલાક વિસ્તારમાં હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આજે સવારે હિમપ્રપાત થયું હતું. અગાઉ આ વિસ્તારમાં 2 ફૂટ સુધી હિમવર્ષા પડી હતી. હાલમાં હિમપ્રપાતને કારણે કોઈ નુકસાન થયું હોવાની માહિતી નથી.
ગુલમર્ગ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં હિમવર્ષા થઈ હતી. જેના કારણે મુગલ રોડ, શ્રીનગર-લેહ રોડ, સેમથાન-કિશ્તવાર રોડ અને ગુરેઝ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અહીં 2 થી 3 દિવસ સુધી હિમવર્ષાની શક્યતા છે. બીજી તરફ હિમવર્ષાની સાથે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના બાકીના રાજ્યોમાં ભારે ઠંડીની અસર જોવા મળી રહી છે. આજે સવારે દેશના 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, જમ્મુ, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વિઝિબિલિટી ઘટીને ઝીરો થઈ ગઈ છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી. ટ્રેનો પણ સમયસર સ્ટેશનો પર પહોંચી શકી નથી.
એરલાઈન કંપની સ્પાઈસજેટના જણાવ્યા અનુસાર મંગળવારે પણ દિલ્હી, શ્રીનગર, વારાણસી અમૃતસર અને જમ્મુ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ મોડી પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે છેલ્લા 48 કલાકમાં 25 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 10ના મોત થયા છે. કટિહાર અને પૂર્ણિયા સહિત બિહારના 20 જિલ્લામાં કોલ્ડવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં પણ આગામી 3 દિવસ ઠંડા પવનોની અસર રહેશે. આજે રાજ્યના 6 જિલ્લામાં કોલ્ડવેવ એલર્ટ આપવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં લગભગ 2 ફૂટ હિમવર્ષા થઈ છે. મુગલ રોડ, શ્રીનગર-લેહ રોડ, સેમથાન-કિશ્તવાર રોડ અને ગુરેઝ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી સુધી અહીં હિમવર્ષા થવાની કોઈ શક્યતા નથી. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની સાથે સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.