હવામાન@દેશ: રાજસ્થાનમાં તાપમાન 41 ડિગ્રીને પાર, જાણો વધુ વિગતે
હવામાન વિભાગે કેરળ અને કર્ણાટકમાં વરસાદની આગાહી કરી છે.
Mar 25, 2025, 10:33 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉનાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કાળજાળ ગરમી પડી રહી છે. રાજસ્થાનના બાડમેરમાં સોમવારે તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું. માર્ચ મહિનામાં જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં લુ ફુંકાઈ રહી છે. જોધપુર, જેસલમેર, બાડમેર સહિત તમામ જિલ્લાઓમાં જૂન જેવી ગરમી અનુભવાઈ રહી છે.
2 દિવસ પછી હવામાન બદલાવાની ધારણા છે. 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.
મધ્યપ્રદેશમાં ગરમીની અસર રહેશે. દિવસના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. રતલામમાં સોમવારે સતત બીજા દિવસે પારો 39 ડિગ્રીથી ઉપર રહ્યો. ગ્વાલિયર, ઇન્દોર અને ઉજ્જૈન વિભાગના જિલ્લાઓ સૌથી ગરમ રહ્યા.
હવામાન વિભાગે કેરળ અને કર્ણાટકમાં વરસાદની આગાહી કરી છે. જોકે, છેલ્લા પાંચ દિવસથી ચાલુ રહેલા વરસાદથી ઓડિશાને રાહત મળશે.

