હવામાન@દેશ: હરિયાણાના 17 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું, બિહારમાં ધુમ્મસના કારણે 52 ટ્રેનો રદ

રાજસ્થાનના ઉદયપુર, ભીલવાડા અને અજમેર સહિત 7 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  હરિયાણાના 17 શહેરોમાં બુધવારે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું. નારનૌલમાં સૌથી ઓછું 5.5 ડિગ્રી તાપમાન રહ્યું.

મધ્ય પ્રદેશના નૌગાંવ, મુરૈના, રીવા, દતિયા, ચિત્રકૂટ, ખજુરાહો અને સીધીમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું. રીવા અને રાયસેનમાં છેલ્લા દિવસોમાં ભીષણ ઠંડીથી બે લોકોના મોત થયા. ભોપાલ સહિત પ્રદેશના ઘણા વિસ્તારોમાં બે દિવસથી ગાઢ ધુમ્મસ અને વાદળો છવાયેલા છે.

રાજસ્થાનના ઉદયપુર, ભીલવાડા અને અજમેર સહિત 7 જિલ્લાઓમાં ગુરુવારે વરસાદની સંભાવના છે. રાજ્યના 11 શહેરોમાં બુધવારે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું. ફતેહપુરમાં સૌથી ઓછું, 2.9 ડિગ્રી તાપમાન રહ્યું.

બિહારમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. બુધવારે 8 જિલ્લામાં તાપમાન 9 થી 15 ડિગ્રીની વચ્ચે રહ્યું. બક્સરનું તાપમાન સૌથી ઓછું, 9.6 ડિગ્રી નોંધાયું. પટના એરપોર્ટ પર બુધવારે ધુમ્મસના કારણે 14 ફ્લાઈટ્સ મોડી પડી. 52 ટ્રેનો રદ કરવી પડી. તેમાંથી 20 ટ્રેનો પટનાથી ઉપડતી અને પસાર થતી હતી.