હવામાન@દેશ: બદ્રીનાથ મંદિરમાં તાપમાન માઈનસ 16 ડિગ્રી, ઇન્દ્રધારા ધોધનું પાણી થીજી ગયું, જાણો વધુ

રાજ્યના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. રવિવારે હરિયાણામાં હિસાર સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં તાપમાન 7.4 ડિગ્રી નોંધાયું હતું. અહીં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી નીચે ગયું હતું. રાજ્યના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લોકોને ઠંડીથી રાહત મળી. રવિવારે બંને રાજ્યોના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયું. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે કોલ્ડવેવનું એલર્ટ જારી કર્યુ નથી.

રવિવારે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં તાપમાન માઈનસ 16 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઇન્દ્રધારા ધોધનું પાણી થીજી ગયું હતું. ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ દરમિયાન, બિહારમાં, તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે અને ઠંડી વધી રહી છે. પટણા, ખગરિયા, ગોપાલગંજ, સારણ અને બેગુસરાય સહિત તમામ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે થી ત્રણ દિવસમાં બિહારમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, જેનાથી ઠંડીમાં વધારો થશે. કિશનગંજમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.