હવામાન@દેશ: માઉન્ટ આબુમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે, 15 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજસ્થાનમાં બર્ફીલા પવનોની અસરને કારણે બુધવારે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે રહ્યો. કેટલીક જગ્યાએ ઝાકળના ટીપાં થીજી ગયા અને બરફમાં ફેરવાઈ ગયા. જોકે, સૂર્ય નીકળ્યા પછી લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી.
પહાડી રાજ્યોમાં બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા અઠવાડિયાથી ભારે ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ઉજ્જૈન સહિત 15 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું. શાજાપુર રાજ્યમાં સૌથી ઠંડું શહેર હતું જ્યાં 6.4 ડિગ્રી તાપમાન હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે ભોપાલ અને ઇન્દોર સહિત 6 જિલ્લાઓમાં કોલ્ડવેવ રહેશે. આગામી બે દિવસ માટે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન, રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો શૂન્યની નજીક પહોંચી ગયો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતા 3-4 ડિગ્રી નીચે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા ઓછી થઈ છે, છતાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજ્યભરના 29 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. લાહૌલ-સ્પિતિમાં પારો માઈનસ-માઈનસમાં છે. આગામી 6 દિવસ સુધી વરસાદ કે હિમવર્ષાની કોઈ શક્યતા નથી.

