હવામાન@દેશ: રાજસ્થાન-MPના 38 શહેરોમાં તાપમાન 10° સેલ્સિયસથી ઓછું નોંધાયું, જાણો વધુ વિગતે

રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ સહિત ઘણા જિલ્લાઓમાં મંગળવારે સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ છે. બંને રાજ્યોના 19-19 શહેરોમાં મંગળવારે તાપમાન 10° સેલ્સિયસથી ઓછું નોંધાયું હતું.

રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ સહિત ઘણા જિલ્લાઓમાં મંગળવારે સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું. સીકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નાગૌરમાં પારો 5.6 ડિગ્રી રહ્યો હતો.

યુપીના 19 જિલ્લાઓમાં બુધવારે કોલ્ડવેવ સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. ઝાકળના ટીપાં ઝરમર વરસાદ જેવા પડી રહ્યા હતા. લખઉ, ગોંડા, સંભલ, ચંદૌસીમાં વિઝિબિલિટી શૂન્ય નોંધાઈ હતી. રસ્તાઓ પર 10 મીટર દૂર પણ કંઈ દેખાતું ન હતું. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે રાત્રે ગાઢ ધુમ્મસ સાથે તાપમાન માઈનસ 1.8°C પહોંચી ગયું હતું.

દિલ્હીમાં ધુમ્મસના કારણે IGI એરપોર્ટ પર 10 ફ્લાઈટ્સ રદ થઈ ગઈ. દિલ્હી મંગળવારે વિશ્વનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર હતું. અહીં AQI 378 નોંધાયો હતો. 425 AQI સાથે લાહોર પ્રથમ, સારાજેવો બીજા નંબરે રહ્યું.