હવામાન@દેશ: 6 રાજ્યોમાં 10 દિવસ કોલ્ડવેવનું એલર્ટ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ

ભોપાલ અને ઇન્દોર સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગબડી ગયું 
 
હવામાન@ગુજરાત: 6 રાજ્યોમાં 10 દિવસ કોલ્ડવેવનું એલર્ટ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. તો, કેટલાક વિસ્તારમાં વરસાદ વરશી રહ્યો છે. એકબાજુ ઠંડી પડી રહી છે, તો બીજી બાજુ વરસાદ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ સામાન્ય કરતાં વધુ લાંબો સમય રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં સામાન્ય રીતે કોલ્ડવેવ 4-6 દિવસ સુધી રહે છે, જે આ વખતે 10 દિવસ સુધી લંબાઈ શકે છે.

મધ્યપ્રદેશમાં 5-6 ડિસેમ્બરથી તીવ્ર ઠંડી શરૂ થશે. કોલ્ડવેવ પણ શરૂ રહેશે. મંગળવારથી રાત્રિના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. ગઈકાલે રાત્રે ભોપાલ અને ઇન્દોર સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગબડી ગયું હતું.

રાજસ્થાનમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ભારે શિયાળો રહેવાની ધારણા છે. આ દરમિયાન, કોલ્ડવેવના દિવસો સામાન્ય કરતા વધુ રહેવાની અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા છે. દરમિયાન, ચુરુ, ઝુનઝુનુ અને સીકરમાં 3 થી 5 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોખમ રહેલું છે.

બીજી તરફ, ચક્રવાત દિતવાહની અસરને કારણે, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું નબળું પડી ગયું છે. આ દરમિયાન, સોમવારે વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદની અસર આજે પણ ચાલુ રહેશે.