હવામાન@દેશ: હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે.
 
વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું, ધુમ્મસ છવાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં શિયાળાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં ઠંડીનો પારો ગગડ્યો છે. દેશના ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસની અસર સતત વધી રહી છે. હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. ગાઢ ધુમ્મસને કારણે બુધવારે સવારે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને કાનપુરમાં વિઝિબિલિટી ઘટીને 500 મીટર થઈ ગઈ હતી. બીજી તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મધ્યપ્રદેશમાં પણ ઠંડી વધી રહી છે. MPના 8 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ભોપાલમાં તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લાં 10 વર્ષમાં નવેમ્બરમાં આ ત્રીજું સૌથી ઓછું તાપમાન છે.

ગુજરાતના કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં હોય તેમ ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી જાણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પારો 1.1 ડિગ્રી નીચે સરકીને 13 ડિગ્રીએ પહોંચી આવતાં લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો. ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના જિલ્લાઓનું લઘુતમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે. જેને કારણે અનેક લોકો બીમારીમાં પણ સપડાયા છે. આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

ગુજરાત-રાજસ્થાનના એકમાત્ર હીલ સ્ટેશન માઉન્ટ આબુના એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં માઇનસ એક અને અરવલ્લીના ગિરિકેન્દ્રની સૌથી ઊંચી ચોટી પર આવેલા ગુરુશિખરમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફના થર છવાયેલા રહે છે. પર્યટક સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી ઠંડુંગાર વાતાવરણ છવાતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો હતો.