વાતાવરણ@દેશ: હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવે ગરમીની શરૂવાત થઇ ગઈ છે. કેટલીક જગ્યાએ તાપમાન વધી રહ્યું છે. ગમીનોનો પારો વધ્યો છે. રાજસ્થાનના બાડમેર અને જાલોરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન, બાડમેરમાં સૌથી વધુ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જાલોરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સરેરાશ કરતાં 7 ડિગ્રી વધારે છે.
મધ્યપ્રદેશમાં પણ ઘણા જિલ્લાઓમાં તાપમાન 39 ડિગ્રીને પાર કરી ગયું. મંગળવારે ઇન્દોર વિભાગનું ધાર શહેર સૌથી ગરમ હતું. અહીં દિવસનું તાપમાન 39.1 ડિગ્રી હતું. તેમજ, નર્મદાપુરમમાં તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. ઇન્દોરમાં 37.3 ડિગ્રી અને ભોપાલમાં 37.1 ડિગ્રી તાપમાન હતું.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સોમવાર સાંજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે.
વિભાગે જણાવ્યું હતું કે કાંગડા, કુલ્લુ અને મંડી જિલ્લામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે. તે જ સમયે, 14 માર્ચે લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.