હવામાન@દેશ: નાગૌરમાં 5 ડિગ્રી, સીકરમાં 5.5 ડિગ્રી અને લૂણકરણસરમાં 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. મધ્ય પ્રદેશમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઇન્દોરમાં ઠંડીનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અહીં ગુરુવારે રાત્રે લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું હતું. આ પહેલા ડિસેમ્બર, 2015માં 7 ડિગ્રી તાપમાન દાયકાનું સૌથી ઓછું તાપમાન હતું.
રાજસ્થાનના 9 શહેરોમાં ગુરુવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું. સીકરના ફતેહપુરમાં સૌથી ઓછું તાપમાન 4 ડિગ્રી નોંધાયું. નાગૌરમાં 5 ડિગ્રી, સીકરમાં 5.5 ડિગ્રી અને લૂણકરણસરમાં 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજધાની જયપુરમાં તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું.
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે નદીઓ, નાળા અને ઝરણાં થીજી ગયા છે. ચમોલી અને પિથોરાગઢમાં લોકોના ઘરોમાં પાઈપોમાં પણ પાણી થીજી ગયું છે. જ્યારે હરિદ્વાર, હલ્દ્વાની અને રુદ્રપુરના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

