હવામાન@દેશ: રાજ્યના 24 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું, બદ્રીનાથ-કેદારનાથમાં હિમવર્ષાનું એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. મધ્ય પ્રદેશમાં આજે શીતલહેરનું એલર્ટ છે. શનિવારે રાજ્યના 24 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું. શહડોલનું કલ્યાણપુર સૌથી ઠંડું રહ્યું. અહીં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું.
રાજસ્થાનમાં આજથી કડકડતી ઠંડીમાંથી રાહત મળી શકે છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે, શનિવારે જોધપુર, જેસલમેર સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું, જોકે વરસાદ પડ્યો ન હતો.
ઉત્તરાખંડમાં રવિવારે બદ્રીનાથ-કેદારનાથ સહિત વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. જ્યારે, ઉત્તરકાશી સહિત 3 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. શનિવારે કેદારનાથમાં તાપમાન માઈનસ 16°C અને બદ્રીનાથમાં માઈનસ 11°C નોંધાયું.
હિમાચલમાં ઠંડી વધવાથી હવે ઝરણાંનું પાણી થીજી જવા લાગ્યું છે. પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસમાં જતું રહ્યું છે. ઠંડી વધ્યા પછી હવે પર્યટન સ્થળોએ પ્રવાસીઓ પણ વધવા લાગ્યા છે. લાહૌલ સ્પીતિના કોકસર ખાતે ઠંડી વધવાથી ઝરણું થીજી ગયું.

