વાતાવરણ@દેશ: હિમાચલમાં તાપમાન માઈનસ 12 ડિગ્રીએ પહોંચ્યું, જાણો વિગતે

હરિયાણામાં પણ ઠંડીના કારણે 2 લોકોના મોત થયા છે. પંજાબના અમૃતસરમાં તાપમાન 1.2 ડિગ્રી નોંધાયું હતું.
 
ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. બર્ફિલા વિસ્તારમાં હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો હતો.  જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે 17 રાજ્યોમાં ધુમ્મસ અને 9 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

હિમાચલમાં હિમવર્ષાને કારણે કુકુમસેરી વિસ્તાર સૌથી ઠંડો રહ્યો. અહીં રાત્રિનું તાપમાન -12.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે તાબોમાં તે -10.9 ડિગ્રી સેલ્સિયસ હતું. હરિયાણામાં પણ ઠંડીના કારણે 2 લોકોના મોત થયા છે. પંજાબના અમૃતસરમાં તાપમાન 1.2 ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તરપ્રદેશના 43 જિલ્લામાં સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું. સહારનપુરમાં વિઝિબિલિટી ઝીરો પર પહોંચી. ઠંડીના કારણે ગાઝિયાબાદમાં ધોરણ 8 સુધીના બાળકોને 18 જાન્યુઆરી સુધી રજા આપવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં કરા પડવાનું એલર્ટ પણ છે.

હવામાન વિભાગે કહ્યું કે આજે રાજસ્થાનના 15 જિલ્લામાં કરા પડી શકે છે. જોધપુરમાં તમામ વિદ્યાર્થીઓ માટે 14-15 જાન્યુઆરી સુધી અને સવાઈ માધોપુરની શાળાઓમાં 8મી સુધીના બાળકો માટે 16 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવામાં આવી છે.