હવામાન@દેશ: રાજસ્થાનના બાડમેરમાં દિવસનું તાપમાન 37.5°C સુધી પહોંચ્યું, આંધ્રપ્રદેશમાં 5 દિવસ વાવાઝોડાનું એલર્ટ

મધ્યપ્રદેશમાં વાવાઝોડા-વરસાદ અટકતા જ ગરમી વધવા લાગી છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશભરમાં ગરમીના પારો વધવા લાગ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં દિવસનું તાપમાન 37.5°C સુધી પહોંચ્યું. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી બે દિવસમાં દિવસનું તાપમાન 40°Cને પાર જઈ શકે છે.

છત્તીસગઢના બિલાસપુર, રાયપુર અને દુર્ગ સંભાગમાં દિવસનું તાપમાન 42°Cથી વધુ જઈ શકે છે. અહીં હીટવેવની સ્થિતિ બની શકે છે. દિવસની સાથે જ રાતનું તાપમાન પણ ઝડપથી વધશે.

મધ્યપ્રદેશમાં વાવાઝોડા-વરસાદ અટકતા જ ગરમી વધવા લાગી છે. શુક્રવારે મોટાભાગના શહેરોમાં દિવસના તાપમાનમાં 1°C થી 5.4°C સુધીનો વધારો થયો. રતલામમાં સૌથી વધુ 5.4°C નો વધારો થયો. જોકે, હીટવેવનું એલર્ટ નથી.

આ તરફ, આંધ્ર પ્રદેશમાં 5 દિવસ દરિયાઈ વાવાઝોડાનું એલર્ટ છે. ઉત્તરથી દક્ષિણ તરફ બનેલી ટ્રફ લાઇન બની રહી, જે ઓડિશાથી ગલ્ફ ઓફ મન્નાર સુધી ફેલાયેલી છે. તેની અસર તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણામાં પણ રહેશે.