હવામાન@દેશ: મધ્ય પ્રદેશના 17 જિલ્લામાં ધુમ્મસ છવાયુ, 12 ટ્રેનો મોડી, 3 બાળકો મોત

બિહારના પટનામાં ઠંડીના કારણે 7 દિવસમાં 1000થી વધુ બાળકો બીમાર થઈને હોસ્પિટલ પહોંચ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. મધ્ય પ્રદેશના 17 જિલ્લામાં શુક્રવારે ધુમ્મસ છવાયેલું રહ્યું. આ કારણે દિલ્હીથી ભોપાલ, ઇન્દોર-ઉજ્જૈન આવતી એક ડઝન ટ્રેનો મોડી છે. છતરપુરનું ખજુરાહો સૌથી ઠંડું રહ્યું. અહીં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું. રીવામાં 4.1 ડિગ્રી, દતિયામાં 4.2 ડિગ્રી, નૌગાંવ-શિવપુરીમાં 5 ડિગ્રી, ઉમરિયામાં 5.4 ડિગ્રી અને પચમઢીમાં 5.8 ડિગ્રી રહ્યું.

આજે મધ્ય પ્રદેશના 17 જિલ્લામાં ધુમ્મસ છવાયેલું રહ્યું. આ કારણે દિલ્હીથી ભોપાલ, ઇન્દોર-ઉજ્જૈન આવતી એક ડઝન ટ્રેનો મોડી છે. છતરપુરનું ખજુરાહો સૌથી ઠંડું રહ્યું. અહીં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું. રીવામાં 4.1 ડિગ્રી, દતિયામાં 4.2 ડિગ્રી, નૌગાંવ-શિવપુરીમાં 5 ડિગ્રી, ઉમરિયામાં 5.4 ડિગ્રી અને પચમઢીમાં 5.8 ડિગ્રી રહ્યું.

બિહારના પટનામાં ઠંડીના કારણે 7 દિવસમાં 1000થી વધુ બાળકો બીમાર થઈને હોસ્પિટલ પહોંચ્યા, જેમાંથી 3ના મોત થયા. 15 જિલ્લાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીથી નીચે નોંધાયું. ગયાજી શહેર સૌથી ઠંડું રહ્યું, જ્યાં તાપમાન 4.5 ડિગ્રી રહ્યું.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ઠંડી વધી ગઈ છે, જેના કારણે ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પિથોરાગઢમાં પાણીની પાઇપલાઇન જામી ગઈ છે. તો વળી દેહરાદૂનના ચકરાતામાં તાપમાન -1°C નોંધાયું છે. અહીં આજે સવારે ઝાકળ જામી ગયેલું જોવા મળ્યું.

રાજસ્થાનમાં ધુમ્મસ ઓછું થયા પછી બર્ફીલા પવનની અસર તેજ બની ગઈ છે. સૌથી ઠંડું શહેર સીકર રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું. જ્યારે, રણ પ્રદેશોમાં પણ કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ. ઠંડીના કારણે 25 જિલ્લાઓમાં શાળાઓમાં રજા રહેશે.