હવામાન@દેશ: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, પંજાબ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં પારો 35°C ને પાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માર્ચ મહિનાની ની શરૂઆતમાં જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીએ જોર પકડ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, પંજાબ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં પારો 35°C ને પાર પહોંચી ગયો છે.
દિલ્હીમાં તો માર્ચના પહેલા અઠવાડિયામાં જ 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો અને મહત્તમ તાપમાન 35.7°C પર પહોંચી ગયું. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પારો 36.2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજસ્થાનના જેસલમેરમાં તાપમાન 38°C નોંધાયું.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તાપમાન 37.8°C રહ્યું. હિમાચલ પ્રદેશના મંડી, સોલન, ધર્મશાલા અને ભુંતરમાં હીટ વેવ જોવા મળી.
હવામાન વિભાગે ગુજરાત, હિમાચલ પ્રદેશના મેદાની વિસ્તારો અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
પશ્ચિમી વિક્ષોભ ની અસરથી 8 થી 12 માર્ચની વચ્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. જ્યારે મેદાની રાજ્યોમાં હાલ હવામાન સૂકું રહેવાની અને ગરમી વધવાની શક્યતા છે.

