હવામાન@દેશ: દાવો, ચોમાસુ કેરલમ પહોંચ્યું, આ વખતે 3 દિવસ મોડું પડ્યું
7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા
Jun 4, 2026, 15:28 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસું કેરલમ પહોંચ્યું છે. આ વર્ષે ૩દિવસ મોડું પડ્યું છે.ભારતીય હવામાન વિભાગએ દાવો કર્યો છે કે ચોમાસાએ કેરલમમાં પ્રવેશ કરી લીધો છે. તેની અસરથી કેરલમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે ચોમાસું 26 મેના રોજ કેરલમ પહોંચશે.
આ વખતે ચોમાસું 3 દિવસ મોડું છે. સામાન્ય રીતે તે 1 જૂને કેરલમ પહોંચે છે. ત્યારબાદ દોઢ મહિનામાં આખા દેશને આવરી લે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તે પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જાય છે.

