હવામાન@દેશ: 6 રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પારો 43°C થી વધુ નોંધાયો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. જોકે, સાત રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પારો 43°C થી વધુ નોંધાયો હતો.

મધ્ય પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે શનિવારે વીજળી પડવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો દાઝી ગયા હતા. શિવપુરીમાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. એક ઢાબા અને મકાન ધરાશાયી થયા હતા. કાર, બાઇક અને પેટ્રોલ પંપને નુકસાન થયું હતું.

રતલામમાં વરસાદને કારણે રસ્તાઓ અને અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં પણ વીજળી પડવાથી એક ખેડૂતનું મોત થયું હતું. રાજસ્થાનના 16 જિલ્લામાં વરસાદ થયો હતો. બિહારના બેગુસરાય, બાંકા સહિત 6 જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુઝફ્ફરપુરમાં 1 કલાકના વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે.

ચોમાસાએ દેશના 22 રાજ્યોને આવરી લીધા છે. 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. યુપીમાં ચોમાસું 9 દિવસ મોડું છે. તે સામાન્ય રીતે 20 જૂન સુધીમાં આવી જાય છે, પરંતુ આ વખતે 16 દિવસથી બિહાર બોર્ડર પર અટકેલું છે. તે આજે બિહાર બોર્ડરથી રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બિહાર અને ગુજરાતના ઘણા શહેરોમાં બુધવારે પારો 40°C થી વધુ રહ્યો. દેશમાં સૌથી વધુ પારો રાજસ્થાનના ફલોદીમાં 43.8°C નોંધાયો.

જ્યારે યુપીના આગ્રા અને પ્રયાગરાજમાં 43.2°C, હરિયાણાના ભિવાનીમાં 43°C, એમપીના ઉમરિયામાં 42°C, દિલ્હીમાં 41.9°C અને ગુજરાતના રાજકોટમાં 40.9°C રહ્યો. યુપીના અલીગઢમાં ગરમીના કારણે 8મા ધોરણ સુધીની શાળાઓનો સમય બદલવામાં આવ્યો.