હવામાન@દેશ: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણામાં વરસાદ-કરા; ઉત્તરાખંડમાં બરફવર્ષા, જાણો વધુ વિગતે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2°C થી 3°C નો વધારો થઈ શકે છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનમાં  આકરી ગરમીની અસર દેખાવા લાગી છે. દિવસનું તાપમાન 35°C સુધી પહોંચી ગયું છે. અહીં બાડમેરનું તાપમાન આટલું રહ્યું. 20થી વધુ શહેરોનું તાપમાન 30°C કે તેથી વધુ રહ્યું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2°C થી 3°C નો વધારો થઈ શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 16°C ની આસપાસ છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણામાં વરસાદ અને કરાનો પ્રભાવ છે. MPમાં લો પ્રેશર એરિયા અને બે ટ્રફની અસરને કારણે 10 થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો. આ દરમિયાન શિવપુરીમાં કરા પણ પડ્યા.

ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ, પિથોરાગઢ અને રુદ્રપ્રયાગમાં સતત બીજા દિવસે હિમવર્ષા થઈ. આ સાથે જ ચમોલીના ગોપેશ્વરમાં વરસાદ થયો. ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ એમ 3 જિલ્લામાં વરસાદ-હિમવર્ષાનું એલર્ટ છે. આમાં

સોમવારે દિલ્હીમાં હવામાન સામાન્ય કરતાં વધુ ગરમ રહ્યું. સફદરજંગમાં મહત્તમ તાપમાન 30.5°C સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય તાપમાન કરતાં 5°C વધુ હતું. પાલમનું મહત્તમ તાપમાન 28.6°C રહ્યું.