હવામાન@દેશ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અઠવાડિયે પારો 40°C નો આંકડો પાર, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં તાપમાન વધવા લાગ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ, બિહાર અને ઝારખંડમાં આ અઠવાડિયે પારો 40°C નો આંકડો પાર કરી જશે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશના 30 જિલ્લામાં આજે ધૂળભરી આંધી ફૂંકાવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 40kmph સુધી પહોંચી શકે છે.
બીજી તરફ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, મધ્ય મહારાષ્ટ્રમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. આંધ્ર પ્રદેશમાં કેટલીક જગ્યાએ 44°C સુધી તાપમાન નોંધાયું છે.
તેનાથી વિપરીત, પૂર્વોત્તરમાં આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે.

