હવામાન@દેશ: રાજસ્થાનના 4 જિલ્લાઓ ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર અને સીકરમાં રેતાળું તોફાન આવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના ઘણા રાજ્યોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે.રાજસ્થાનના 4 જિલ્લાઓ ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર અને સીકરમાં શનિવારે બપોરે રેતાળું તોફાન આવ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન જ અંધારું છવાઈ ગયું. જોકે, પાકિસ્તાનથી ઉઠેલા તોફાનની અસર રાજસ્થાનના સરહદી જિલ્લાઓ પર થઈ છે.
તોફાનના કારણે દિવસ દરમિયાન લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ કરવી પડી. તેના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં લોકો ભાગીને ઘરોમાં જતા જોવા મળ્યા અને ઘરોને બંધ કરી દીધા. સ્થાનિક લોકોએ કહ્યું કે આવું રેતાળું તોફાન પહેલા ક્યારેય જોયું નથી.
ઉદયપુર સહિત ઘણા જિલ્લાઓમાં શનિવારે સવારે વરસાદ થયો. સરહદી જિલ્લા શ્રીગંગાનગરમાં સવારે લગભગ 11 વાગ્યે આવેલા વાવાઝોડાના કારણે શહેરમાં ધૂળ છવાઈ ગઈ. ઘણી જગ્યાએ રેતીના વંટોળ જેવું દ્રશ્ય જોવા મળ્યું. આવું જ દ્રશ્ય ચુરુ અને બિકાનેરમાં પણ જોવા મળ્યું. ધૂળનો ગુબાર સીકર જિલ્લાના ફતેહપુર અને લક્ષ્મણગઢ વિસ્તારમાં પણ છવાયો.

