હવામાન@દેશ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 9 રાજ્યોમાં આજે ભીષણ ગરમીનું એલર્ટ

ઘણા જિલ્લાઓનું તાપમાન 45°C નો આંકડો પાર કરી જશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના ઘણા રાજ્યોમા અસહ્ય ગરમી પડી રહી છે.રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત મેદાની વિસ્તારોના 9 રાજ્યોમાં આજે ભીષણ ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ આ રાજ્યોમાં ઘણા જિલ્લાઓનું તાપમાન 45°C નો આંકડો પાર કરી જશે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મહારાષ્ટ્રનો વિદર્ભ-મરાઠવાડા અને તેલંગાણા પણ આજે યલો એલર્ટ પર છે.

ગરમીનો આ દોર છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ છે. રવિવારે UPનું બાંદા 46.4°C સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. રાજસ્થાનના બીકાનેર-બાડમેરમાં પારો 45°C અને MPના ખંડવામાં 44.5°C નોંધાયો.

આ તરફ, બિહારમાં બે પ્રકારનું હવામાન છે. ઘણા જિલ્લાઓમાં ઉકળાટ અને ગરમીથી લોકો પરેશાન છે, જ્યારે કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. શેખપુરાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શનિવારે સાંજે પ્રાર્થના દરમિયાન 27 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈને પડી ગઈ. તમામને શેખપુરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.