હવામાન@દેશ: રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા ભાગોમાં તાપમાન 45°Cને પાર

તેલંગાણાના 7 જિલ્લામાં હીટસ્ટ્રોકના કારણે છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતનો અડધાથી વધુ ભાગ તીવ્ર તડકો અને હીટવેવથી તપી રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણા ભાગોમાં તાપમાન હજુ પણ 45°Cને પાર જઈ રહ્યું છે. મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી શનિવારે સતત બીજા દિવસે દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીં 47.1°C તાપમાન નોંધાયું. તેલંગાણાના 7 જિલ્લામાં હીટસ્ટ્રોકના કારણે છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે.

પ્રાઈવેટ એજન્સી AQI.in મુજબ, શનિવારે વિશ્વના 50 સૌથી ગરમ શહેરોમાં ભારતના 37 શહેર હતા. આમાં બાંદા, ચંદ્રપુર, રાયપુર, પ્રયાગરાજ જેવા શહેરોનો સમાવેશ થતો હતો. યુપીના બાંદામાં 46.2°C તાપમાન રહ્યું. ઓડિશાના ઝારસુગુડામાં 45.2°C નોંધાયું.

દિલ્હીના ઘણા ભાગોમાં તાપમાન 44°C ને પાર પહોંચી ગયું. જોકે, બપોર પછી યુપી, દિલ્હી, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ થયો. આનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી. રાજસ્થાનના તમામ શહેરોનું તાપમાન 45°C થી નીચે આવી ગયું.

તેલંગાણાના 7 જિલ્લામાં હીટસ્ટ્રોકના કારણે છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આજે હૈદરાબાદ, રંગારેડ્ડી, કરીમનગર, ખમ્મમ, નલગોંડા, સૂર્યપેટ, મુલુગુ, મહબૂબનગર અને માં 26 મે સુધી હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.