હવામાન@દેશ: યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°C ને પાર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે તાપમાન 46°C થી ઉપર ગયું.
મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન સૌથી વધુ 46.9°C રહ્યું. ત્યારબાદ અમરાવતીમાં 46.8°C, બાંદામાં 46.6°C, વર્ધા અને બાડમેરમાં 46.4°C, જેસલમેર અને યવતમાલમાં 46°C તાપમાન નોંધાયું.
બિહારના 11 જિલ્લાઓમાં રવિવારે પારો 40°C ને પાર કરી ગયો. આરામાં ભીષણ ગરમીના કારણે એક ખાનગી શાળાની મહિલા કર્મચારીનું મૃત્યુ થયું. પટનાના ઝૂમાં પ્રાણીઓ માટે 17 કુલર અને 11 AC લગાવવામાં આવ્યા છે.
આ તરફ, ઉત્તરાખંડના દેહરાદૂનમાં હીટવેવના કારણે 27 એપ્રિલે ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાના નિર્દેશો છે. એમપીના ઇન્દોર, ભોપાલ, ગ્વાલિયર અને ઉજ્જૈનમાં ધોરણ 8 સુધીની શાળાઓ 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. ધોરણ 9 થી 12 સુધીના વર્ગો સવારે 7:30 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ચાલશે.

