હવામાન@દેશ: દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે ગાઢ ધુમ્મસ છવાયું, 14 ટ્રેનો મોડી પડી, 2 બસ અને એક ટ્રક વચ્ચે ટક્કર

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભયંકર ઠંડીનું એલર્ટ છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે પાંચેય રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. યુપી અને બિહારમાં રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

યુપીના બરેલી, લખનઉ, અયોધ્યા, ગોંડા સહિત 20 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છે. બરેલી, કાનપુર, આગ્રા, કાસગંજ, ઔરૈયા અને જૌનપુરમાં 20 ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. લખનૌ સહિત 10 જિલ્લાઓમાં સ્કૂલોનો સમય સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભયંકર ઠંડીનું એલર્ટ છે.

બિહારના નાલંદા, ગોપાલગંજ, છપરા સહિત 19 જિલ્લાઓમાં ધુમ્મસની અસર જોવા મળી. સારણમાં આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પટનામાં 25 ડિસેમ્બર સુધી સ્કૂલોનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. પટનામાં ધુમ્મસના કારણે 8 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી.

રાજ્યભરમાં 14 ટ્રેનો પણ મોડી પડી. ગોપાલગંજમાં ધુમ્મસના કારણે 2 બસ અને એક ટ્રક વચ્ચે ટક્કર થઈ, જેમાં એકનું મોત થયું અને ઘણા ઘાયલ થયા. છપરામાં બસે 3 કારને ટક્કર મારી. ગયાજીમાં ગાઢ ધુમ્મસના કારણે ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહીં.