હવામાન@દેશ: રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10ºCથી નીચે નોંધાયું, રાજસ્થાનમાં 3.7ºC પહોંચ્યો, ઉત્તરાખંડમાં ઝરણાં થીજી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળાની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડી વધુ પડી રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને હિમાલયી ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. મધ્ય પ્રદેશમાં પારો 3.0ºC સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 13 ડિસેમ્બરથી દેખાવાનું શરૂ થશે જેનાથી તાપમાન વધુ ઝડપથી ઘટશે.
રાજસ્થાનમાં પણ પારો ગગડવા લાગ્યો છે. રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10ºCથી નીચે નોંધાયું. ફતેહપુર સૌથી ઠંડું રહ્યું, અહીં તાપમાન 3.7ºC નોંધાયું.
પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં ઝરણાં થીજી જવા લાગ્યા છે. ચમોલી-પિથોરાગઢમાં પાઇપલાઇનમાં પાણી થીજી ગયું. કેદારનાથમાં તાપમાન -15°C, બદ્રીનાથમાં -13°C થઈ ગયું. હરિયાણામાં 4 જિલ્લાઓમાં તાપમાન 7ºCથી નીચે નોંધાયું છે. 12 જિલ્લાઓ એવા રહ્યા જ્યાં લઘુત્તમ તાપમાન 10°Cથી ઓછું રહ્યું. હવામાન વિભાગ મુજબ 12 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે.

