હવામાન@દેશ: રાજસ્થાનમાં ભારે વરસાદ નોંધાયો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
બે કારનો પાછળનો ભાગ દબાઈ ગયો.
Jun 25, 2026, 13:01 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસાની સિઝનની શરૂવાત થઈ ગઈ છે.દેશના 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. યુપીના આગ્રામાં બુધવારે વાવાઝોડાને કારણે રસ્તા કિનારે ઉભેલી કારો પર થાંભલો પડી ગયો. બે કારનો પાછળનો ભાગ દબાઈ ગયો.
રાજસ્થાનના સીકર અને ચુરુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, જેના કારણે બાઇક-કારો ફસાઈ ગઈ. દિલ્હીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો, જ્યારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં વાદળ ફાટવાને કારણે કાચરંગ નાળામાં પૂર આવ્યું.
મુંબઈમાં અંધેરી સબ-વેમાં પાણી ભરાયા બાદ તેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. વિક્રોલી વેસ્ટમાં રહેણાંક ઇમારત પાસે બનેલી દીવાલ પડી ગઈ. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ઉખડી ગયા, જેના કારણે વાહનોને નુકસાન થયું.

