હવામાન@દેશ: બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 6નાં મોત નીપજ્યા

ઘણી જગ્યાએ વૃક્ષો પડ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના ઘણા ભાગોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. દેશમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત દક્ષિણી અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ થયો.

બિહારના જમુઈ, મુંગેર, બાંકા અને બક્સર જિલ્લામાં 4 લોકોના અને ઝારખંડમાં 2 લોકોના વીજળી પડવાથી મોત થયા. એમપીના 4 જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. શાજાપુરમાં કરા પડ્યા. નર્મદાપુરમ જિલ્લામાં બોયઝ હોસ્ટેલની છત પર ઝાડ પડ્યું.

રાજસ્થાનના બીકાનેરમાં વરસાદ સાથે કરા પડ્યા. શ્રીડુંગરગઢમાં વેરહાઉસનો ટીનશેડ અને કોટપુતલી-બહરોડમાં તંબુ ઉડી ગયો. યુપીના મઉ અને ગાઝીપુરમાં શનિવારે 50kmphની ઝડપે પવન ફૂંકાયો અને વરસાદ થયો. ગોરખપુરમાં પણ ધૂળભરી આંધી ચાલી. કેરળના ત્રિશૂરમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું.