હવામાન@દેશ: હિમાચલના 16 શહેરોમાં રાતનું તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયું

ઉત્તરાખંડના 4 ધામોમાં તાપમાન માઇનસ 10 ડિગ્રીથી પણ નીચે ગયું છે.
 
હવામાન@દેશ: માઉન્ટ આબુમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે, 15 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું,

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.પહાડી વિસ્તારમાં કડકડતી પડી રહી છે.   હિમાચલના 16 શહેરોમાં રાતનું તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. લાહૌલ સ્પીતિ, કિન્નૌર અને ચંબામાં પાણીની ટાંકીઓ, પાઇપલાઇન અને રસ્તા કિનારે પાણીમાં બરફ જામવા લાગ્યો છે.

ઉત્તરાખંડના 4 ધામોમાં તાપમાન માઇનસ 10 ડિગ્રીથી પણ નીચે ગયું છે. આદિ કૈલાસમાં પણ પારો માઇનસ 15 ડિગ્રી નોંધાયો છે, જેના કારણે ત્યાં ગૌરી કુંડ સરોવર જામી ગયું છે. ઘણા પહાડી વિસ્તારોમાં લોકો બરફ ઓગાળીને પી રહ્યા છે.

ઠંડી વચ્ચે રાજસ્થાનમાં શુક્રવારે જયપુર, ઉદયપુર સહિત ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો. હવામાન વિભાગે આજે અને કાલે શીતલહેરની સંભાવના વ્યક્ત કરી છે. સવારના સમયે ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાન 2-3 ડિગ્રી ઓછું થઈ શકે છે.