હવામાન@દેશ: મધ્યપ્રદેશના 9 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી રાજ્યોમાંથી આવતી બર્ફીલી હવાઓએ રાજસ્થાનમાં ઠંડી વધારી દીધી છે. સીકરમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું. જેના કારણે ઝાકળના ટીપાં જામી ગયા. હવામાન વિભાગે શુક્રવારે સીકર, ચુરુ અને ઝુંઝુનૂ જિલ્લાઓમાં કોલ્ડવેવ ચાલવાની આગાહી કરી છે.
મધ્યપ્રદેશના 9 શહેરોમાં ગુરુવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું. પચમઢીમાં સૌથી ઓછું 6.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર સહિતના ઘણા શહેરોના આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ગુરુવારે પારો શૂન્યથી નીચે ગયો. જેના કારણે નદીઓ અને ઝરણાં જામી ગયા છે. શ્રીનગરમાં તાપમાન માઇનસ 4 ડિગ્રી નોંધાયું. પુલવામામાં માઇનસ 5.6 ડિગ્રી, કાઝીગુંડમાં માઇનસ 3.6 ડિગ્રી, કુપવાડામાં માઇનસ 3.2 ડિગ્રી તાપમાન રહ્યું.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શુક્રવારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના ઊંચા વિસ્તારોમાં ગુરુવારે શીતલહેર અને ધુમ્મસ છવાયેલું રહ્યું. લાહૌલ સ્પીતિના તાબોમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન માઈનસ 9.8 ડિગ્રી સુધી પહોંચી ગયું.

