હવામાન@દેશ: રાજ્યમાં સૌથી ઓછું તાપમાન શહડોલના કલ્યાણપુરમાં 4.7 ડિગ્રી નોંધાયું, 43 શહેરોમાં તાપમાન 10°થી ઓછું, હિમાચલના શિંકુલા પાસમાં હિમવર્ષા

ઉત્તર પ્રદેશમાં બારાબંકી, ગોંડા સહિત 20 જિલ્લાઓમાં બુધવારે સવારે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા વચ્ચે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે. મધ્ય પ્રદેશમાં આગામી 2 દિવસ શીતલહેરનું એલર્ટ છે. ગઈ રાત્રે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન શહડોલના કલ્યાણપુરમાં 4.7 ડિગ્રી નોંધાયું. જ્યારે, ઇન્દોર સહિત 25 શહેરોમાં પારો 10 ડિગ્રીથી ઓછો રહ્યો.

રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં 10 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની અસર રહેશે. મંગળવારે રાજ્યના 18 થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું. સૌથી ઓછું તાપમાન ફતેહપુરમાં 3.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

આ તરફ ઉત્તર પ્રદેશમાં બારાબંકી, ગોંડા સહિત 20 જિલ્લાઓમાં બુધવારે સવારે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. ઘણી જગ્યાએ વિઝિબિલિટી શૂન્ય રહી. જ્યારે, બિહારના 10 જિલ્લાઓમાં પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો રહી. હિમાચલના લાહૌલ સ્પીતિ જિલ્લાના શિંકુલા ઘાટમાં હિમવર્ષા થઈ. શિંકુલા ટોપ પર 6 ઇંચ સુધી બરફ પડ્યો. તાપમાનમાં 3-4 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે.