રાજકારણ@દેશ: આંબેડકર વિવાદ પર લાલુ યાદવનું નિવેદન, જાણો શું કહ્યું ?

RJD સુપ્રીમો લાલુ યાદવે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે કહ્યું- 'અમિત શાહ પાગલ થઈ ગયા છે.
 
રાજકારણ@દેશ: આંબેડકર વિવાદ પર લાલુ યાદવનું નિવેદન, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બાબા સાહેબ આંબેડકર મુદ્દે રાજકારણમાં વિવાદ જોવા મળી રહ્યો છે. વિપક્ષ દ્વ્રારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદનના કારણે બિહારમાં રાજકારણ ગરમાયું છે. RJD સુપ્રીમો લાલુ યાદવે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે કહ્યું- 'અમિત શાહ પાગલ થઈ ગયા છે. તેઓ બાબા સાહેબને નફરત કરે છે. અમે તેઓ બોલ્યા તે જોયું અને સાંભળ્યું છે. બાબા સાહેબ મહાન છે, તેઓ ભગવાન છે. લાલુએ વધુમાં કહ્યું કે 'શાહે રાજકારણ છોડી દેવું જોઈએ, રાજીનામું આપવું જોઈએ અને ભાગી જવું જોઈએ.'

આ તરફ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નીતિશ કુમારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મુખ્યમંત્રીએ અમિત શાહના નિવેદનની નિંદા કરવી જોઈએ. તેમજ આ નિવેદન પર તેમણે ભાજપને આપેલ સમર્થન પાછું ખેંચી લેવું જોઈએ. આ પહેલા બુધવારે તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા X પર લખ્યું હતું- 'ભાજપવાળા કાન ખોલીને સાંભળો, બાબા સાહેબ આંબેડકર અમારી ફેશન પણ છે, જુસ્સો પણ છે અને પ્રેરણા પણ છે.

આરએસએસ-ભાજપના લોકોએ પહેલા મહાત્મા ગાંધીજીને અપશબ્દો કહ્યા, પછી જનનાયક કર્પુરી ઠાકુર, પછી નેહરુ અને હવે આંબેડકરને અપશબ્દો કહી રહ્યા છે.' ગૃહમંત્રી શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, 'આ હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર… જો તમે અટલું નામ ભગવાનનું લીધું હોત, તો તમને સાત જન્મો સુધી સ્વર્ગ મળી ગયું હોત. કોંગ્રેસે આને આંબેડકરનું અપમાન ગણાવીને શાહના રાજીનામાની માંગ કરી છે.