કાર્યવાહી@દેશ: સોમનાથ ડિમોલિશન મુદ્દે SCએ સરકારને ખખડાવી

'આદેશ અવગણશો તો ઓફિસરોને જેલ જ નહીં, મિલકતો ફરી બનાવવા આદેશ આપીશું', બુલડોઝર એક્શનનો જવાબ માગ્યો

 
હુકમ@દેશ: સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આગામી સપ્ટેમ્બર 2024 પહેલા યોજવા પણ આદેશ આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોમનાથ ડિમોલિશન મુદ્દે SCએ ગુજરાત સરકારને ખખડાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહી અંગેના તેમના આદેશની અવગણના કરી છે, તો અમે તેમને માત્ર જેલમાં જ મોકલીશું નહીં, પરંતુ તેમને તમામ મિલકતો ફરીથી બનાવવાનો આદેશ પણ આપીશું.

આ વાત જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહી હતી. ખંડપીઠે ગુજરાતમાં સોમનાથ મંદિર નજીક ગેરકાયદે બાંધકામો પર 28 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી બુલડોઝરની કાર્યવાહી સામે અવમાનનાની અરજીની સુનાવણી કરી રહી હતી.

અરજીમાં સમગ્ર પટણી મુસ્લિમ જમાતે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ ધાર્મિક અને રહેણાક સ્થાનો જેમનાં હતાં એ રીતે રાખવાની માગને નકારી કાઢવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે.

પટણી મુસ્લિમ જમાતના વકીલ સંજય હેગડેએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આદેશ છતાં ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. અહીં 57 એકર વિસ્તારમાં આવેલી લગભગ 5 દરગાહ, 10 મસ્જિદ અને મુસ્લિમ સમુદાયનાં 45 ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સોલિસિટર જનરલ તુષાર મહેતા, ગુજરાત સત્તાવાળાઓ તરફથી હાજર થતાં જણાવ્યું હતું કે આ બાંધકામો સમુદ્રને અડીને આવેલાં છે અને સોમનાથ મંદિરથી લગભગ 340 મીટર દૂર છે.