જાણવા જેવુ@દેશ : આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલ ફ્રી ઈલાજ કરવાની ના પાડે તો? આ નંબર પર નોંધાવી શકશો ફરિયાદ

 
PM

અટલ સમાચાર, ડેસ્ક

દેશના ગરીબ વર્ગના લોકોને સારી હોસ્પિટલોમાં મફત ઈલાજ પ્રદાન કરવા માટે સરકાર આયુષ્યમાન ભારત યોજના ચલાવી રહી છે. આ યોજનામાં સામેલ લોકોનું એક કાર્ડ બને છે, જેને આયુષ્યમાન કાર્ડ કહે છે. આ કાર્ડની સહાયતાથી સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઈલાજ કરાવી શકાય છે. આયુષ્યમાન યોજના હેઠળ દેશભરમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો રજિસ્ટર્ડ છે. આયુષ્યમાન યોજનાના પેનલમાં સામેલ કોઈપણ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારક ઈલાજ કરાવી શકે છે.

ઘણી વાર એવું થાય છે કે, આયુષ્યમાન યોજનાની પેનલમાં સામેલ હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડધારકને ઈલાજ કરવાની ના પાડી દે છે. એવામાં આયુષ્યમાન કાર્ડધારકે પોતાના ખિસ્સામાંથી રૂપિયા આપીને ઈલાજ કરવો પડે છે. પરંતુ, પેનલમાં સામેલ હોસ્પિટલો આ યોજનામાં સામેલ બીમારીના ઈલાજને આયુષ્યમાન કાર્ડથી કરવાની ના પાડી શકે નહીં. લોકોને જાણકારી ન હોવાના કારણે કેટલીક હોસ્પિટલોમાં ઈલાજની આનાકાની કરવામાં આવે છે. દર્દી પણ જાણકારીના અભાવમાં તેની ફરિયાદ કરતો નથી.

અહીં કરો ફરિયાદ- આયુષ્યમાન યોજનાની પેનલમાં સામેલ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધી મફત ઈલાજ કરાવી શકાય છે. હોસ્પિટલમાં મફત ઈલાજ કરવાથી ઈનકાર કરવામાં આવે તો ચૂપ થઈને બેસી ન જાઓ. તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલના માધ્યમથી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. 14555 આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો એક ટોલ ફ્રી નંબર છે. આ નંબર પર ગુજરાત સહિત દેશના કોઈ પણ રાજ્યમાં રહેનારો નાગરિક ફરિયાદ કરાવી શકે છે. અહીં હિન્દી તેમજ અંગ્રેજી ઉપરાંત દેશની અન્ય ભાષાઓમાં ફરિયાદ નોંધવામાં આવે છે.

 રાજ્યોના પણ છે ટોલ ફ્રી નંબર- અલગ-અલગ રાજ્યો માટે પણ ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેનારો વ્યક્તિ 180018004444 પર ફરિયાદ નોંધાવી શકે છે. મધ્ય પ્રદેશના રહેવાસીઓ ટોલ ફ્રી નંબર 18002332085 પર ફરિયાદ નોંધાવી શકે છે. એ જ રીતે બિહારના રહેવાસીઓ આયુષ્માન યોજના સંબંધિત તેમની ફરિયાદો 104 પર અને ઉત્તરાખંડના નાગરિકો 155368 અને 18001805368 પર તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

જો ટોલ ફ્રી નંબર પર ફરિયાદની સુનાવણી નથી થઈ રહી, તો તમે https://cgrms.pmjay.gov.in/GRMS/loginnew.htm લિંક પર ક્લિક કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ પોર્ટલ પર REGISTER YOUR GRIEVANCEના વિકલ્પ પર ક્લિક કરીને ફરિયાદ નોંધાવી શકાય છે.