WHO: કોરોના વાયરસના કેસ વધતાં, ભારતને આપી આ ખાસ ચેતવણી

અટલ સમાચાર, ડેસ્ક WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એડનમે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોરોનાનો હજુ સુધી કોઈ રામબાણ ઈલાજ શોધાયો નથી. અને ભાગ્યે જ એવું બનશે કે તે મળશે, તેઓએ એમ પણ કહ્યુ કે હવે સ્થિતિ સામાન્ય થવામાં વધારે સમય લાગી શકે છે. 3 મહિના પહેલાં WHOની ઈમરજન્સી કમિટી મળી હતી. આ પછી દુનિયાભરમાં ઈન્ફેક્શનના પાંચ
 
WHO: કોરોના વાયરસના કેસ વધતાં, ભારતને આપી આ ખાસ ચેતવણી

અટલ સમાચાર, ડેસ્ક

WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એડનમે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોરોનાનો હજુ સુધી કોઈ રામબાણ ઈલાજ શોધાયો નથી. અને ભાગ્યે જ એવું બનશે કે તે મળશે, તેઓએ એમ પણ કહ્યુ કે હવે સ્થિતિ સામાન્ય થવામાં વધારે સમય લાગી શકે છે. 3 મહિના પહેલાં WHOની ઈમરજન્સી કમિટી મળી હતી. આ પછી દુનિયાભરમાં ઈન્ફેક્શનના પાંચ ગણા વધારે કેસ એટલે કે 1.75 કરોડ થયા છે અને મોતનો આંક ત્રણ ગણો વધારે એટલે કે 6.8 લાખ થયો છે.

ટેડ્રોસ અને WHOએ ઈમરજન્સી હેડ માઈક રાયને દરેક દેશને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હાથ ધોવા અને ટેસ્ટ કરાવવા જેવા પગલાં લેવા કહ્યું છે. ટેડ્રોસે કહ્યું કે લોકો અને સરકાર માટે ખાસ મેસેજ છે કે બનતા તમામ પ્રયાસ કરો. તેઓએ માસ્કને લોકોની વચ્ચે એકતાનું પ્રતીક બનાવવા કહ્યું છે.

અનેક વેક્સીન છે જે અત્યારે ત્રીજા તબક્કામાં કામ કરી રહી છે. આ વેક્સીન આવતાં અનેક લોકો સંક્રમણથી બચી જશે. અત્યારે તેનો કોઈ રામબાણ ઈલાજ નથી અને ન તો ક્યારેય આવશે. રાયને કહ્યું કે બ્રાઝિલ અને ભારતમાં ટ્રાન્સમિશન રેટ વધારે છે અને તેઓએ મોટી લડાઈ માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમાંથી બાહર આવવાની લડાઈ લાંબી છે અને તેના માટે તમામ પ્રયાસો કરવા જરૂરી છે.