જાણો@દેશ: ફાઈનલ મેચ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ શાહરુખ ખાનને કેમ પનોતી કહ્યું

શાહરુખ ખાનને બિગેસ્ટ પનોતીનો એવોર્ડ
 
જાણો@દેશ: ફાઈનલ મેચ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ શાહરુખ ખાનને કેમ પનોતી કહ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ જોવા અનેક રાજકારણીઓ અને સેલિબ્રિટી હાજર રહી છે. શાહરુખ ખાન આ મેચ જોવા પહોંચતા જ અને ભારતની વિકેટો પડતાં સોશિયલ મીડિયા પર લોકો એક્ટરને પનોતી કહેવા લાગ્યા. આ સિવાય અનેક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

શાહરુખ ખાન અને જય શાહનો ફોટો ટ્વીટ કરીને એક યુઝરે લખ્યું છે કે, 'જય શાહ પણ વિચારતો હશે કે આ પનોતી જલ્દી નીકળી જાય' અન્ય એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે 'પનોતી ખા ગયા કોહલી કા વિકેટ'.  આ સિવાય  યુઝરે લખ્યું છે કે 'શાહરુખ ખાનને બિગેસ્ટ પનોતીનો એવોર્ડ મળવો જોઈએ'. 

અન્ય એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે 'અ સિરીઝ ઓફ ઈવેન્ટ ફીટ પનોતી'