રાજનીતિ@બિહાર: રાજકીય ગરમાવા વચ્ચે RJD સત્તામાં આવશે? આજે MLA દળની બેઠક, નવી સરકારની ચર્ચા

 
Bihar Politics

અટલ સમાચાર, ડેસ્ક

બિહારની રાજનીતિમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. અત્યારે એવા પણ સંકેતો મળી રહ્યા છે કે, નવી સરકાર બની શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે બિહારના રાજભવનમાં રાજનેતાઓની આવજા વધી ગઈ છે. તેની સાથે સાથે રાજદ ખેમા પણ ચર્ચામાં સક્રિય થઈ ગયા છે. સુત્રો દ્વારા એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે, ગઠબંધનની તૂટવાની તૈયારીઓ વર્તાઈ રહીં છે, તેવામાં આરજેડી તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનાવવાની આજે જાહેરાત કરી શકે છે.

આજે આરજેડીની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. RJD ધારાસભ્ય દળની બેઠક ડેપ્યુટી સીએમ તેજસ્વીના નિવાસ સ્થાન 5 દેશરત્ન માર્ગ પર યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં તેજસ્વી યાદવ તમામ ધારાસભ્યો સાથે રણનીતિ બનાવશે. બિહારની બદલાતી રાજનીતિ વચ્ચે તેજસ્વીની બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવા પણ સમાચાર છે કે આજે બપોરે 1 વાગે આરજેડી ધારાસભ્ય દળની બેઠકમાં તેજસ્વી યાદવ પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

નીતિશ કુમારની જેડીયુ દ્વારા ગઠબંધન તૂટવાની હાલતમાં બિહારમાં બીજો સૌથી મોટો પક્ષ આરજેડી છે, તો RJD અત્યારે રાજભવન જઈને સરકાર રચવાનો દાવો કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તો તેમને રાજભવન જવાની મંજૂરી નહીં મળે તો તેજસ્વી યાદવ રાજભવન બહાર પોતાના વિધાસભ્યો સાથે ધરણા પર પણ બેસી શકે છે. અત્યારે એવી પણ વિગતો સામે આવી રહી છે કે, સરકાર બન્યા પહેલા જ નવી સરકાર આગીમી શપત ગ્રહણ સમારોહ માટે શુક્રવારે રાત્રે કેટલાક નેતાઓ રાજભવન પહોંચી ગયા અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે ત્રણ વરિષ્ઠ અધિકારીઓ રાજભવન પહોંચ્યા હતા, જેમાં એક અધિકારી જે નીતિશ કુમારના ખાસ છે તે પણ સાથે હતા. અત્યારે શપત ગ્રહણની તૈયારીઓ ચાલું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.