યાત્રા@દેશ: આ સ્પેશિયલ પેકેજ આપે છે આકર્ષક ઓફર,ઓછા બજેટમાં કરી શકશો પ્રવાસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓછા બજેટમાં તે સિંગાપોર અને મલેશિયાની ટૂર કરવા માંગો છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર લઈને આવ્યું છે.તમે ક્રિસમસની રજાઓમાં સિંગાપોર અને મલેશિયાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે.આ યાત્રા ઉત્તર પ્રદેશના લખનૌથી શરૂ થશે. આમાં તમે લખનઉથી દિલ્હી અને પછી દિલ્હીથી કુઆલાલંપુર જઇ શકો છો.
આ પેકેજમાં તમને કુઆલાલંપુર અને સિંગાપોરના ઘણા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજમાં તમામ મુસાફરોને મુસાફરી વીમાનો લાભ મળશે.આ પેકેજ કુલ 7 દિવસ અને 6 રાત માટે છે. આમાં તમને દરેક જગ્યાએ રહેવા માટે એસી હોટલની સુવિધા મળશે.પ્રવાસીઓની સુવિધા માટે, તમને અંગ્રેજી બોલનાર ગાઇડ પણ મળશે. દરરોજ તમને નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળશે.જો તમે એકલા જાઓ તો તમારે 1,66,100 રૂપિયા ચૂકવવા પડશે, બે લોકો માટે 1,41,000 રૂપિયા અને ત્રણ લોકો માટે 1,41,100 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.