બ્રેકિંગ@દેશ: USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેલમાં કર્યું સરેન્ડર,કારણ જાણીને ચોકી જશો

જ્યોર્જિયામાં ચૂંટણી પરિણામોમાં છેડછાડના આરોપો
 
USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેલમાં કર્યું સરેન્ડર,કારણ જાણીને ચોકી જશો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકાના પહેલાના રાષ્ટ્રપતિ  ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળા મામલે એટલાન્ટાની ફુલ્ટન કાઉન્ટી જેલમાં સરેન્ડર કર્યું છે. ટ્રમ્પના સરેન્ડરને ધ્યાનમાં રાખીને જેલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે, જ્યારે પોલીસે કહ્યું કે ટ્રમ્પની ઔપચારિક ધરપકડ કરવામાં આવી છે. ટ્રમ્પે જ્યોર્જિયા (એટલાન્ટા) જતા પહેલા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ફરિયાદી ફાની વિલિસ પર નિશાન સાધ્યું હતું.

તેમણે દાવો કર્યો કે તે એટલાન્ટામાં અપરાધ દર માટે જવાબદાર છે. ફાની વિલિસ એ જ અધિકારી છે જેમણે ટ્રમ્પ વિરુદ્ધ ચોથો કેસ દાખલ કર્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ જ્યોર્જિયામાં આત્મસમર્પણ કરશે. તે દિવસે ડિસ્ટ્રિક્ટ એટર્ની ફાની વિલિસ દ્ધારા તેમની ધરપકડ કરવામાં આવશે.જો કે, તે સરેન્ડર કર્યાની 20 મિનિટ પછી જ બહાર આવ્યા હતા. તેમનો કાફલો એટલાન્ટાના એરપોર્ટ તરફ આગળ વધ્યો હતો જ્યાંથી તેઓ પ્રાઈવેટ જેટથી ન્યૂ જર્સી ગોલ્ફ ક્લબ માટે રવાના થયા હતા.

નોંધનીય છે કે 2020ની યુએસ ચૂંટણીના પરિણામોને બદલવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની તપાસ કરી રહેલા વિશેષ વકીલ દ્વારા 45 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં ટ્રમ્પ પર 4 આરોપો લગાવવામાં આવ્યા હતા. 1- યુનાઇટેડ સ્ટેટ્સને છેતરવાનું કાવતરું, 2- સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ લાવવાનું કાવતરું, 3- સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ અને અવરોધ કરવાનો પ્રયાસ. 4- અધિકારો વિરુદ્ધ ષડયંત્ર.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના ચૂંટણી જીતવાના દાવા ખોટા છે. તેઓ જાણતા હતા કે તેમના દાવા ખોટા હતા, છતાં તેમણે તેનો વ્યાપક રીતે પ્રચાર કર્યો હતો. તેમણે આવું દેશમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા, જનતાને ઉશ્કેરવા અને ચૂંટણી પ્રશાસનમાં જનતાના વિશ્વાસને ડહોળવા માટે કર્યું હતું. ફેડરલ પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ષડયંત્ર દ્વારા સત્તામાં રહેવા માંગતા હતા.

ટ્રમ્પ સામે ફોજદારી કેસ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ તેમના પક્ષના પ્રમુખપદના નોમિનેશનની રેસમાં આગળ છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે. તેમ છતાં તેમની સામેના આ આરોપો આધુનિક ઇતિહાસમાં અમેરિકન લોકશાહી માટે સૌથી ગંભીર ખતરો છે.

જ્યોર્જિયામાં ચૂંટણી પરિણામોમાં છેડછાડના આરોપો

નવેમ્બર 2020 માં અમેરિકામાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેના પરિણામો પછી ટ્રમ્પે તેમની હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ખોટુ ફેલાવ્યું હતું કે તેઓ જીત્યા છે. આ પછી, 6 જાન્યુઆરી, 2021ના ​​રોજ, યુએસ કેપિટલમાં હિંસા થઈ હતી. ટ્રમ્પના સમર્થકો વ્હાઇટ હાઉસમાં ઘૂસી ગયા હતા અને અધિકારીઓ પર હુમલો કરીને ચૂંટણીની ગણતરીમાં વિક્ષેપ પાડ્યો હતો