આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે સોમવારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના એક કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સજા તેમને અલઅઝિઝિયા કેસમાં સંભળાવી છે. સાથે જ ફ્લેગશિપ ઇન્વેસ્ટમેનટકેસમાં તેમને મુક્ત કરી દેવાયા છે. ઇસ્લામાબાદની કોર્ટે આજે શરીફ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના બે કેસમાં ચૂકાદો આપ્યો હતો. ઇસ્લામાબાદ કોર્ટના ન્યાયાધિશ મોહમ્મદ અર્ષધ મલિકે 68 વર્ષના શરીફ સામે ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ અને અલઅઝિઝિયા કેસમાં છેલ્લા અઠવાડિયે સુનાવણી પુરી કરી લીધા બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે ઓગસ્ટ 2017માં શરીફ પર આવક કરતા વધુ સંપત્તિ રાખવાના આરોપ નક્કી કર્યા હતા. હાઇકોર્ટ શરીફ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના ટોચના બે કેસના ચૂકાદાની અંતિમ તારીખ સોમવારની નક્કી કરી હતી. સંભાવના વ્યક્ત કરાઇ રહી હતી કે, દોષી સાબિત થાય તો શરીફને 14 વર્ષ સુધીની કેદ થઇ શકે છે. સરીફ ચૂકાદાના એક દિવસ પહેલા રવિવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. ડોન સમાચારપત્ર મુજબ કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ન્યાયિક પરિસરની આસપાસ સુરક્ષા વધારી દેવાઇ હતી. કોર્ટની બહાર અને ત્યાં આવતા માર્ગો ઉપર પણ પોલીસ અને રેન્જર્સની ટૂકડીઓ તૈનાત કરાઇ હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code