નવરાત્રી@બીજુ નોરતુ: જાણો કઈ રીતે પ્રાપ્ત થશે માં બ્રહ્મચારિણીની કૃપા

અટલ સમાચાર,મહેસાણા શારદિય નવરાત્રીમાં બીજા નોરતા શક્તિ સ્વરૂપે બ્રહ્મચારિણી દેવીનું પૂજન, અર્ચન કરવામાં આવે છે. મનુષ્ય, સાધક આ દિવસે પોતાનું મન બ્રહ્મચારિણી માતાનાં ચરણોમાં અર્પણ કરે છે. બ્રહ્મનો અર્થ તપસ્યાને ચારિણીનો અર્થ આચરણ થાય છે. આ રીતે બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરવા વાળા દેવી મા બ્રહ્મચારિણીનાં જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરે
 
નવરાત્રી@બીજુ નોરતુ:  જાણો કઈ રીતે પ્રાપ્ત થશે માં બ્રહ્મચારિણીની કૃપા

અટલ સમાચાર,મહેસાણા 

શારદિય નવરાત્રીમાં બીજા નોરતા શક્તિ સ્વરૂપે બ્રહ્મચારિણી દેવીનું પૂજન, અર્ચન કરવામાં આવે છે. મનુષ્ય, સાધક આ દિવસે પોતાનું મન બ્રહ્મચારિણી માતાનાં ચરણોમાં અર્પણ કરે છે. બ્રહ્મનો અર્થ તપસ્યાને ચારિણીનો અર્થ આચરણ થાય છે. આ રીતે બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરવા વાળા દેવી મા બ્રહ્મચારિણીનાં જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરે છે.

નવરાત્રી@બીજુ નોરતુ:  જાણો કઈ રીતે પ્રાપ્ત થશે માં બ્રહ્મચારિણીની કૃપા

નવરાત્રીનાં બીજા નોરતે ભક્ત–સાધક કુંડલિની શક્તિને જાગૃત કરવા અંતે સાધના પૂજા કરે છે. જે ભક્ત મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરે છે. તે ભક્ત પોતાના જીવનમાં સફળ થાય છે અને તેના જીવનમાં કોઈ બાધા આવવાની હોય તો તેમાં રક્ષા કરે છે. તેને શક્તિ પ્રદાન કરે છે. બ્રહ્મચારિણી માતાજીનું મંદિર રાજસ્થાનમાં અંબરના કિલ્લામાં ચાંદીમાં કોતરણી સ્વરૂપે ભગવતીનું સ્થાન આવેલ છે.

બ્રહ્મચારિણી દેવીને પ્રસન્ન કરવા શ્લોકનો ઉચ્ચાર કરો

दधाना कर पद्माभ्यामक्षमाला कमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥

આ શ્લોક વડે માતાજીનું ધ્યાન કરી બ્રાહ્મણ પાસે બ્રહ્મચારિણીનું સોડસોપચાર પૂજન કરી ચંડીપાઠ કરાવવો તેમજ ભક્તોએ નીચે પ્રમાણે મંત્ર જાપ કરવો.

ૐ હ્રીં શ્રીં કલીં બ્રહ્મચારિણે નમઃ।

આ મંત્ર જાપથી અને માતાજીની પુજા થી ભક્તો સાધકોને અનંત ફળ પ્રદાન થાય છે.માતાજીની ઉપાસના થી મનુષ્ય તાપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે.

નવરાત્રી@બીજુ નોરતુ:  જાણો કઈ રીતે પ્રાપ્ત થશે માં બ્રહ્મચારિણીની કૃપા

જીવનમાં આવતા કઠિન સંઘર્ષોમાં તેમના મન કર્તવ્ય પથ માંથી અલગ નથી થવા દેતા તેમજ માતાજીની કૃપા થી સમસ્ત સિદ્ધિ અને વિજય પ્રદાન કરે છે. તેનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે. આ ચક્રમાં રહેલ મન વાળા યોગી તેમની કૃપા ભક્તિ પ્રાપ્ત કરે છે. આ દિવસે પણ કન્યાનું પૂજન થાય છે. પરંતુ એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમના સગપણ નક્કી થયું હોય પરંતુ લગ્ન થયા નહોય તેવી કન્યાઓ ને પોતાના ઘરે આમંત્રિત કરી તેમની પૂજામાં પાદુકા પૂજન, તિલક, ફુલહાર, વસ્ત્ર, શણગાર આપી ભોજન કરાવવું તેમજ દક્ષિણા આપી પ્રણામ કરી આશીર્વાદ મેળવવા જોઈએ. આમ કરવાથી માતાજી પોતાના ભક્તોનાં ઘરે અતિ પ્રસન્ન થાય છે. શારદિય નવરાત્રીનાં બીજા નોરતે બ્રહ્મચારિણી દેવીને નેવૈદ્યમાં સાકરનો ભોગ લગાડવામાં આવે છે. તેના થી દેવી પ્રસન્ન થઇ મનુષ્યને આયુષ્યની વૃદ્ધિ કરે છે.