નવરાત્રીઃ જાણો આ વખતે ક્યાં છે એમની સવારી અને ઘટની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત

અટલ સમાચાર, ડેસ્ક માતા દુર્ગાના 9 રૂપોની આરાધનાનો પર્વ નવરાત્રી 7 ઓક્ટોબર એટલે ગઈ કાલથી શરુ થઇ રહ્યો છે. અશ્વિન મહિનાની નવરાત્રીમાં માતાની ઉપાસના કરવા સાથેસાથે ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ઘરમાં ઘટની સ્થાપના કરવા ઉપરાંત માતા દુર્ગાની પ્રતિમાની સ્થાપના થાય છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિશર્જન થાય છે. આ વર્ષે દશેરો 15 ઓક્ટોબરના રોજ
 
નવરાત્રીઃ જાણો આ વખતે ક્યાં છે એમની સવારી અને ઘટની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત

અટલ સમાચાર, ડેસ્ક

માતા દુર્ગાના 9 રૂપોની આરાધનાનો પર્વ નવરાત્રી 7 ઓક્ટોબર એટલે ગઈ કાલથી શરુ થઇ રહ્યો છે. અશ્વિન મહિનાની નવરાત્રીમાં માતાની ઉપાસના કરવા સાથેસાથે ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ઘરમાં ઘટની સ્થાપના કરવા ઉપરાંત માતા દુર્ગાની પ્રતિમાની સ્થાપના થાય છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિશર્જન થાય છે. આ વર્ષે દશેરો 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. આ દરમિયાન ઉત્સવ, સિંદૂર ખેલા પણ ઉજવવામાં આવશે. આ વર્ષે માત્ર દુર્ગા ડોલીમાં સવાર થઇ આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અશ્વિન મહિનાની પ્રતિપ્રદાથી નવરાત્રી શરૂ થાય છે. આ દિવસે ઘટની સ્થાપના થાય છે. આ વર્ષે 7 ઓક્ટોબર 2021ના રોજ ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 6:17 મિનિટ 10:11 મિનિટ સુધી રહેશે. ત્યાર પછી અભિજીત મુહૂર્ત 11:46 મિનિટથી 12:32 મિનિટ સુધી રહેશે. ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત માટીના વાસણમાં સપ્ત ધાન્ય રાખો. ત્યાર પછી એક કળશમાં પાણી લો અને ઉપર ભાગને નાળાથી બાંધી માટીના પાત્ર પર મૂકી દો, જેમાં સપ્ત ધાન્ય છે. ત્યાર પછી કળશની ઉપર પાન મુકો, પાન વચ્ચે કલાવા બાંધેલ નાળિયેર લાલ કપડાંમાં વીટાળી મુકો. પછી કળશ પૂજા કરો. ત્યાર પછી દેવી માતાનુ આહવાન કરો. આવનારા 9 દિવસ સુધી રોજ ઘટની પૂજા-અર્ચના કરો. સાથે જ તામસિક ભોજન, ખરાબ આદતથી દૂર રહો.