નવરાત્રીઃ સાતમા નોરતે માતાજીને રાજી કરવા પ્રસાદમાં બનાવો આ નવી વસ્તું

અટલ સમાચાર, ડેસ્ક તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે અને અત્યારે નવરાત્રિ પણ ચાલી રહી છે ત્યારે ઘણા લોકો ઉપવાસ jપણ કરતા હોઈ છે ત્યારે જો તમે પણ કૈક અલગ અને સ્વાદિષ્ટ ખાવાનું વિચારતા હો તો ખૂબ જ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જતી એપ્પલની રબડી બેસ્ટ ઓપ્શન છે તમારો સ્ટેમિના વધારવાની સાથે સાથે તમારું પેટ
 
નવરાત્રીઃ સાતમા નોરતે માતાજીને રાજી કરવા પ્રસાદમાં બનાવો આ નવી વસ્તું

અટલ સમાચાર, ડેસ્ક

તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે અને અત્યારે નવરાત્રિ પણ ચાલી રહી છે ત્યારે ઘણા લોકો ઉપવાસ jપણ કરતા હોઈ છે ત્યારે જો તમે પણ કૈક અલગ અને સ્વાદિષ્ટ ખાવાનું વિચારતા હો તો ખૂબ જ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જતી એપ્પલની રબડી બેસ્ટ ઓપ્શન છે તમારો સ્ટેમિના વધારવાની સાથે સાથે તમારું પેટ પણ ભરી દેશે. તો જટપટ જાની લો એપ્પલની રબડીની રેસીપી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

અડધો લીટર ફુલ ક્રીમ મિલ્ક
1 સફરજન
2 ચમચી ખાંડ
3 ચમચી કાજુ ઝીણાં સમારેલા
3 ચમચી બદામ ઝીણી સમારેલી
2 ચપટી લીલી એલચીનો પાઉડર

રીત

એપ્પલની ટેસ્ટી રબડી બનાવવા માટે સૌથી પહેલાં એપ્પલને છોલીને છીણી લો. પછી એક પેનમાં દૂધ ગરમ મૂકો અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા રહો. જેથી દૂધ તળીયામાં ચોંટે નહીં. ઉકળીને દૂધ જ્યારે અડધું રહી જાય ત્યારે તેમાં છીણેલું એપ્પલ નાખીને હલાવો. પછી તેમાં ખાંડ નાખો.

5 મિનિટ બાદ તેમાં બધાં ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાઉડર નાખીને મિક્સ કરી દો. ગેસ બંધ કરીને તમારી રબડી રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે 2 કલાક ફ્રીઝમાં મૂકી દો. બસ તૈયાર છે ચિલ્ડ અને મજેદાર, હેલ્ધી એપ્પલ રબડી.