નવસારીઃ કોંગ્રેસ અગ્રણી પર જીવલેણ હુમલો, એક ઝડપાયો

અટલ સમાચાર, નવસારી નવસારી શહેરના દરગાહરોડ વિસ્તારની સુરતના 2 વ્યક્તિએ કોંગ્રેસના અગ્રણી પર કટાક્ષાત્મક હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં દાખલ કરાવામાં આવ્યા હતા. આ કટાક્ષાત્મક હથિયારથી હુમલો કરનારા માથી એક વ્યક્તિને ત્યાંનીપબ્લીકે પકડીને માર માર્યો હતો. નવસારીના દરગાહરોડ વિસ્તારમાં ફારૂક ગુલામ શેખ કોંગ્રસના અગ્રણીનું રહેઠાણ આવેલ
 
નવસારીઃ કોંગ્રેસ અગ્રણી પર જીવલેણ હુમલો, એક ઝડપાયો

અટલ સમાચાર, નવસારી

નવસારી શહેરના દરગાહરોડ વિસ્તારની સુરતના 2 વ્યક્તિએ કોંગ્રેસના અગ્રણી પર કટાક્ષાત્મક હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં દાખલ કરાવામાં આવ્યા હતા. આ કટાક્ષાત્મક હથિયારથી હુમલો કરનારા માથી એક વ્યક્તિને ત્યાંનીપબ્લીકે પકડીને માર માર્યો હતો. નવસારીના દરગાહરોડ વિસ્તારમાં ફારૂક ગુલામ શેખ કોંગ્રસના અગ્રણીનું રહેઠાણ આવેલ છે.

મંગલવારની સાંજે સુરતથી આવેલા 2 વ્યક્તિએ ફારૂક શેખ ઉપર કટાક્ષાત્મક હથિયાર વડે ગાળાના ભાગે હુમલો કરીને નાસી ગયા હતા. જ્યારે આ હુમલાને ઈજા આપીને ભાગતા એકને ત્યાંના લોકોએ પકડી પાડીને ખુબ માર મારતા આરોપીને પણ હોસ્પિટલે દાખલ કરાયો હતો. આ હુમલામાં ફારૂક શેખને ગાળાના ભાગે ચપ્પાના ઘા મારતા તાત્કાલિક તેને ઓપરેશન કરવામાં આવ્યું હતુ. સમગ્ર ઘટનાને અંજામ. આપીને નાસતા વ્યક્તિઓ સી.સી.ટી.વી.માં કેદ થઈ ગયા છે.