નવસારી@લોકસભા: મહિલા ઉમેદવારની ધરપકડથી ખડભળાટ

અટલ સમાચાર, નવસારી નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા મહિલા ઉમેદવાર હીરામણી શર્મા વિરુદ્વ છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં પોલીસે હીરામણી શર્માની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ હીરામણી શર્માએ સુરતમાં ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર લોકોને જ્યારે ખબર પડી કે, હીરામણી શર્મા નવસારી
 
નવસારી@લોકસભા: મહિલા ઉમેદવારની ધરપકડથી ખડભળાટ

અટલ સમાચાર, નવસારી

નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા મહિલા ઉમેદવાર હીરામણી શર્મા વિરુદ્વ છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં પોલીસે હીરામણી શર્માની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ હીરામણી શર્માએ સુરતમાં ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર લોકોને જ્યારે ખબર પડી કે, હીરામણી શર્મા નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભોગ બનનારે સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે પુના પોલીસ દ્વારા હીરામણી શર્માની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડથી બચવા માટે હીરામણી શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરતા પોલીસે હીરામણી શર્મની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.