નવસારીઃ ટીવી સિરિયલો જોઇ યુવકની હત્યા કરી, પોલીસે આ રીતે પકડ્યા

અટલ સમાચાર, ડેસ્ક ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલા બ્રહ્મદેવના મંદિર પાછળ પ્રેમિકા લઈને આવી અને ત્યાં સહ આરોપીની મદદથી પ્રેમીને કુહાડી લોખંડનો સડીયો અને લાકડાના ફાટકાઓ માથામાં મારીને પ્રેમીના રામ રમાડી દીધા. હત્યા કરવા પેહલા આરોપીઓએ સેલો ટેપ હાથમાં લગાવી જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવાઓને જે ટીવી
 
નવસારીઃ ટીવી સિરિયલો જોઇ યુવકની હત્યા કરી, પોલીસે આ રીતે પકડ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ચીખલી તાલુકાના સાદકપોર ગામના ગોલવાડના માર્ગ પાસે આવેલા બ્રહ્મદેવના મંદિર પાછળ પ્રેમિકા લઈને આવી અને ત્યાં સહ આરોપીની મદદથી પ્રેમીને કુહાડી લોખંડનો સડીયો અને લાકડાના ફાટકાઓ માથામાં મારીને પ્રેમીના રામ રમાડી દીધા. હત્યા કરવા પેહલા આરોપીઓએ સેલો ટેપ હાથમાં લગાવી જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવાઓને જે ટીવી સિરિયલોમાંથી જોય ને આરોપીઓએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો.આમ તો આરોપીઓ ચાલાક હતા પરંતુ મિત્રો સાથે દારૂના નશામાં લવારે ચઢતા પોલીસના બતમીદારો સુધી વાતો પોહચતા આખરે તમામ લોકો પાંજરે પુરાયા છે. જેમાં બે સહ આરોપી મજૂર છે પણ લગ્નમાં રૂપિયાની મદદ કરીશ અને બીજું બધું તમારું પૂરું પાડશુંની લાલચ આપી હતી જેના કારણે ગુનામાં આવ્યા હતા.

હત્યા અંગે તમામ ફેક્ટરો તપસ્યા બાદ મરનારના પ્રેમ સંબંધ એક વિવાહિત સ્ત્રી સાથે અને મિત્રની પત્ની સાથે બંધયા હતા જેમાં અવારનવાર મિત્રની પત્ની સાથે મળવાનું થતા આંખ મીચોલી થઈ ગઈ. પણ પ્રેમની જાણ પતિ ચિન્મયને થઈ અને લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૂઆત થઈ જેમાં પત્નીનો પ્રેમી કણાની જેમ પતિને ખૂંચતો હતો. પત્ની સામે શરત મૂકી પતિએ કહ્યું, તારે મારી સાથે રહેવું છે કે પછી પ્રેમી સાથે મારી સાથે રહેવું હોય તો પ્રેમીને જાનથી મારી નાખવામા મને મદદ કરવી પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 6 મહિનાથી એલસીબી પોલીસ હત્યા નો ભેદ ઉકેલવા માટે તમામ ફેક્ટર અને મારણજનારની હિસ્ટ્રી તપાસી રહી હતી અને જેમાં પ્રેમ પ્રકરણનું તથ્ય બહાર આવતા પોલીસ સતર્ક થઈને તે દિશામાં એક મહિના સુધી ફિલ્ડિંગ ભરી અને પોલીસના માણસને ચિન્મયના ગ્રુપમાં સામેલ કર્યો અને ત્યારબાદ આરોપી દારૂના શોખીન હોય એટલે એમની અવારનવાર પાર્ટીઓ ચાલતી હતી. પણ આરોપીને શુ ખબર કે આ દારૂની પાર્ટી મારા માટે ફાંસીનો ફંદો બનશે. થયું પણ તેવુ જ નશામાં આવી ને મેં નિલેશને મારી નાખ્યો એવું કહેતાની સાથે પોલીસે બીજા દિવસે વોચ ગોઠવી તમામ આરોપીને ઉઠાવીને જેલની હવા ખવડાવી છે.