NCTEની કડકાઈ યથાવતઃ વધુ ત્રણ બી.એડ્. કોલેજને બંધ કરવા નોટીસ

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર કેન્દ્રની નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશન કમિટી દ્વારા બી.એડ્. કોલેજો ઉપર ધડાધડ એક્શનો લેવાઈ રહી છે. અગાઉ 100થી વધુ બી.એડ્. કોલેજોને ટૂંકાગાળા માટે તાળા મારી દેવાની નોટીસ ફટકાર્યા બાદ તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત, ઝાલાવડ અને દક્ષિણ ગુજરાતની વધુ ત્રણ બી.એડ્. કોલેજને શૈક્ષણિક સ્ટાફની અછત મામલે નોટીસ ફટકારતા શિક્ષણ
 
NCTEની કડકાઈ યથાવતઃ વધુ ત્રણ બી.એડ્. કોલેજને બંધ કરવા નોટીસ

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર

કેન્દ્રની નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશન કમિટી દ્વારા બી.એડ્. કોલેજો ઉપર ધડાધડ એક્શનો લેવાઈ રહી છે. અગાઉ 100થી વધુ બી.એડ્. કોલેજોને ટૂંકાગાળા માટે તાળા મારી દેવાની નોટીસ ફટકાર્યા બાદ તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત, ઝાલાવડ અને દક્ષિણ ગુજરાતની વધુ ત્રણ બી.એડ્. કોલેજને શૈક્ષણિક સ્ટાફની અછત મામલે નોટીસ ફટકારતા શિક્ષણ આલમમાં ખળભરાટ મચી ગયો છે.

ખાનગી બી.એડ્. કોલેજોમાં સ્ટાફ અને માળખાકીય સવલતો મામલે એનસીટીઈની નોટીસો પડી રહી છે. ચાલુ શૈક્ષણિક સત્રના પ્રારંભમાં ઉત્તર ગુજરાતની 20 સહિત રાજ્યભરની 100થી વધુ બી.એડ્. કોલેજોને બંધ કરવા નોટીસ અપાઈ હતી. જે મામલે ચકચાર મચી ગયા બાદ સંબંધિત કોલેજોએ ખુલાસો રજૂ કર્યો હતો. તો કેટલીક કોલેજોએ સમગ્ર મામલે હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. આ દરમિયાનની ગતિવિધિને અંતે એનસીટીઈ દ્વારા કેટલીક કોલેજને મંજૂરી આપવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જોકે હજુપણ અનેક કોલેજોમાં તાળા હોવાથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ શક્યું નથી. જેનાથી બેઠકોમાં મોટાપાયે ઘટાડો થયો છે.

ભારે ગરમાગરમી વચ્ચે એનસીટીઈએ ફરી એકવાર સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠ, મહેસાણાની વિવેકાનંદ બી.એડ. કોલેજ અને ભરુચ નજીકની ખરોડ સહિતની બી.એડ્. કોલેજોને નોટીસ ફટકારી છે. જેમાં ખુલાસો માન્ય ન રહે ત્યાં સુધી શૈક્ષણિક કામગીરી અટકાવી દેવાનો આદેશ કરતા શિક્ષણ આલમના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ચકચાર મચી ગઈ છે.