બેદરકારી@બનાસકાંઠા: ખાતર માટે લાંબી લાઇનો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોન વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જીલ્લાના ધાનેરામાં લોકો કામ વગર બહાર નિકળી રહ્યા છે. તો બીજી તરફ લાખણીમાં સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા લોકો ખાતર લેવા પડાપડી કરી રહ્યા છે. લોકોમાં જાગૃત્તિનો અભાવ ગણો કે પછી બેદરકારી પરંતુ જીલ્લામાં સોશિયલ
 
બેદરકારી@બનાસકાંઠા: ખાતર માટે લાંબી લાઇનો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોન વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જીલ્લાના ધાનેરામાં લોકો કામ વગર બહાર નિકળી રહ્યા છે. તો બીજી તરફ લાખણીમાં સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા લોકો ખાતર લેવા પડાપડી કરી રહ્યા છે. લોકોમાં જાગૃત્તિનો અભાવ ગણો કે પછી બેદરકારી પરંતુ જીલ્લામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે.

બેદરકારી@બનાસકાંઠા: ખાતર માટે લાંબી લાઇનો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેદરકારી@બનાસકાંઠા: ખાતર માટે લાંબી લાઇનો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

બનાસકાંઠા જીલ્લાના લાખણી અને ધાનેરામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉડી રહ્યા છે. જીલ્લામાં હજીસુધી કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો ન હોવાથી લોકો તેની ગંભીરતા નહિ સમજતા કામ વગર બહાર નિકળી રહ્યા છે. લાખણી પંથકમાં સહકારી મંડળીઓ ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર ખરીદવા ઉમટી પડ્યા હતા. પરંતુ ખાતરની અછતને પગલે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી એકબીજાને નજીકથી અડકીને લાંબી લાઇનો લગાવી હતી. તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આવી જગ્યાઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ કરાવાય તો આવનારી આફત સામે લડી શકાય.

આ તરફ ધાનેરા શહેરમાં પણ લોકો કામ વગર લોકો ઘરની બહાર નિકળતા હોવાનું ચિત્ર બન્યુ છે. શહેરમાં જેમ કોરોનાનો કોઇ ભય હોય જ નહિ તેવી પ્રતિતિ કરાવતા લોકો મોટી સંખ્યામાં લટાર મારવા નિકળી પડ્યા છે. લોકડાઉન વચ્ચે સવારે બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. લોકડાઉની સ્થિતિ વચ્ચે ધાનેરા પંથકના લોકોની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે.

બેદરકારી@બનાસકાંઠા: ખાતર માટે લાંબી લાઇનો, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ