આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર પંથકમાં ફરી એકવાર નેશનલ હાઇવે પણ ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ સાંતલપુરમાં નેશનલ હાઇવે પર વરસાદ બાદ કોન્ટ્રાક્ટર દ્રારા ગટર સાફ-સફાઇ હાથ ધરાઇ હતી. જોકે ગટર સફાઇ બાદ ગટરના ઢાંકણા ખુલ્લાં મુકી બેદરકારી રખાઇ હતી. આ ખુલ્લી ગટરમાં એક આખલો પડી જતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. જ્યાં પશુપ્રેમીઓ દ્રારા તાત્કાલિક અસરથી મહામહેનતે આખલાને બહાર કઢાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુરમાં ખુલ્લી ગટરમાં આખલો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાંતલપુર નેશનલ હાઇવે પર ગટર સાફ કરનાર ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ ઘટના બની હતી. જેમાં ગટર સાફ કર્યા બાદ તેના ઢાંકણા ખુલ્લા રાખતાં એક આખલો તેમાં પડ્યો હતો. જોકે જીવદયાપ્રેમીઓને આ વાત ધ્યાને આવતાં તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં મહામહેનતે આખલાને બહાર નીકાળવામાં આવ્યો હતો. ઘટનાને લઇ સ્થાનિકો અને જીવદયાપ્રેમીઓમાં કોન્ટ્રાક્ટર સામે રોષ પ્રવત્તિ રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code